Sunday, May 26, 2013

કેનેડામાં ૭.૭૦ કરોડ વર્ષ જૂનાં ડાઇનોસોરનાં અવશેષ મળી આવ્યાં


ટોરોન્ટો, 23 મે

૭.૭૦ કરોડ વર્ષ પહેલાં પૃથ્વી પર વસતાં મનાતાં અને ઝડપી દોડનારા(ક્વિક-ફૂટેડ)વનસ્પત્યાહારી ડાઇનોસોરનાં અવશેષ કેનેડામાંથી મળી આવ્યાં છે જેનો અંશતઃ પાછલો પગ અને ખોપરીનાં અવશેષો પરથી તેની અલ્બર્ટાડ્રોમસ સિન્ટારસસ તરીકે ઓળખ થઇ છે જે ઝડપી દોડનારાં પ્રાણીને દર્શાવે છે. અંદાજે ૧.૬ મીટર લાંબા અને ૧૬ કિલોનો વજન ધરાવતાં હશે તેવાં ડાઇનોસોરની સરખામણી તુર્કીના મોટા અલ્બર્ટાડ્રોમસ જે અગાઉના ક્રેટાસિયસ(હાલના દક્ષિણ અલ્બર્ટા)માં ૭.૭૦ કરોડ વર્ષ પહેલાં રહેતાં હતાં તેની સાથે થાય છેતેના ઘણા મોટા પિતરાઇ ડાઇનોસોરની સરખામણીએ આ ડાઇનોસોર ઘણાં જ નાનાં અને વનસ્પતિ ખાતાં ડકબિલ્ડ ડાઇનોસોર હતાંતે સમયે ઘણા શિકાર કરનારા જંગલી પ્રાણીઓથી તેઓને બચવા માટે તેમની દોડવાની સ્પીડ તેને મદદરૃપ બનતી હતી તેવું સંશોધકોનું માનવું છેતેના નીચા પગનાં હાડકાંએ તેને ઝડપી અને ચપળ બે પગથી દોડનાર પ્રાણી બનાવ્યું હતું.
ડાઇનોસોરને સામાન્ય રીતે કદાવર અને વિકરાળ પ્રાણી માનવામાં આવે છે પરંતુ નવું સંશોધન અગાઉ નાનાં ડાઇનોસોરની વિવિધતાને ખાસ ઉજાગર કરવામાં આવી ન હતી, તેને હાઇલાઇટ કરે છે. જર્નલ ઓફ વર્ટેબ્રેટ પાલેઓન્ટોલોજીમાં, ટોરોન્ટોની યુનિર્વિસટીના અશ્મીભૂત પ્રાણી વિદ્યાવિદો, રોયલ ઓન્ટારિઓ મ્યુઝિયમ, ક્લીન્વલેન્ડ મ્યુઝિયમ ઓફ નેશનલ હિસ્ટ્રી અને યુનિર્વિસટી ઓફ કાલ્ગેરીએ નવા ડાઇનોસોર જે સૌથી નાનાં અને પ્લાન્ટ-ઇટિંગ ડાઇનોસરની જાતિ તરીકે ઓળખાતાં હતાં તેનું કેનેડામાંથી વર્ણન કર્યું છે.

Saturday, May 25, 2013

OMG: ૨.૨૨ કરોડમાં વેચાયું એક કબૂતર


લંડન, 24 મે

એક ચીની બિઝનેસમેને વીજળીથી પણ ફાસ્ટ ઊડતાં બેલ્જિયમનાં એક કબૂતર બોલ્ટને ૨.૨૨ કરોડ રૃપિયામાં ખરીદ્યું છે. કબૂતર માટે ચૂકવવામાં આવેલી આટલી મોટી રકમ એક વર્લ્ડરેકોર્ડ છે. આ રેસિંગ કબૂતર છે અને આનું નામ જમૈકાના ઓલિમ્પિક ગોલ્ડવિનર હુસેન બોલ્ટનાં પરથી રાખવામાં આવ્યું છે. ઓક્શન સાઇટ પીઝન પેરેડાઇઝે બોલ્ટ નામનાં આ કબૂતરની હરાજી કરી હતી. આ કબૂતરના ૬૬ વર્ષના માલિક લિયો હેમરંસે ૫૩૦ જેટલી ચકલીઓનું આખું એક જૂથ ૫૬ લાખ ડોલરમાં વેચ્યું છે જે એક વર્લ્ડરેકોર્ડ છે,એવું માનવામાં આવી રહ્યું છે કેબોલ્ટનો નવો માલિક પણ આ કબૂતરનો ઉપયોગ તેનાં જેવાં અન્ય કબૂતરને ઉત્પન્ન કરવા માટે કરશે.

Friday, May 17, 2013

કદરૃપી સિકલિડ માછલીની પ્રજાતિ લુપ્ત થતી અટકાવવા પ્રયાસો


લંડન, 12 મે
ઉષ્ણકટિબંધની આ જળચર પ્રજાતિમાં ફક્ત ૩ નર માછલી બચી છે
લંડનના પક્ષીઘર સંરક્ષકોએ માછલી ઉછેરનાર પાલકોને મૈંગરહારા સિકલિડ માછલીમાં માદા માછલીની શોધ કરવાની અપીલ કરતાં કહ્યું છે કે તેમનાં સંગ્રહાલયમાં આ લુપ્ત થતી જતી પ્રજાતિ પૈકી માત્ર ત્રણ નર માછલીઓ જ બચી છે.
માછલીઓ વિષે વધુ વિગતો આપતાં ઝૂ સંચાલકો કહે છે કે આ કદરૃપી સિકલિડ ફિશનું નામ માડાગાસ્કરની મૈંગરહારા નદી પરથી પડયું છે. તે નદી પર બંધ નિર્માણ થવાથી પાણીનાં તળ સુકાઈ ગયાં અને આ પ્રજાતિ લુપ્ત થવાને આરે પહોંચી ગઇ છે. બચેલી ત્રણ નર માછલીઓ પૈકી બે લંડનમાં અને એક ર્બિલનમાં છે. અગાઉ એક માદા સિકલિડ ફિશ જર્મનીનાં ઝૂમાં હતી પણ તેનું મોત થતાં હવે પ્રજાતિને બચાવી લેવાનો સવાલ ઊભો થયો છે. ઝૂ સંરક્ષક બ્રાયન જિમ્મરમૈનનો અનુભવ છે કે સિકલિડ ફિશની બાબતમાં કાયમ આવું જ બને છે, કારણ કે તે પ્રજાતિની માદા માછલીઓ અન્ય માછલીઓની માફક બીજી પ્રજાતિની નર માછલીઓ સાથે ભળતી નથી અને અળગી રહેવાનું વલણ ધરાવે છે. લંડનના ઝૂ સંરક્ષકોએ દુનિયાભરના મત્સ્યઘરોમાં સિકલિડ નર માછલી અંગે તપાસ ચલાવી પણ તેઓ નિષ્ફળ રહ્યા. આશા છે કદાચ કોઇ પ્રાઇવેટ એક્વેરિયમમાંથી માદા સિકલિડ મળી આવશે. આ ફિશ માટે ટેન્ક મોટી જોઈએ, કેમ કે તે માણસના હાથથી વધુ લાંબી હોય છે.
હયાત ત્રણ નર સિકલિડ ફિશની ઉંમર જોતાં જો ટૂંક સમયમાં માદાની શોધ સફળ નહિ થાય તો એ પ્રજાતિનું ભવિષ્ય ખતરામાં છે. માદા મૈંગરહારા સિકલિડ ફિશ અંગે સૂચના પહોંચાડવા લંડન ઝૂ તરફથી ઈ-મેઈલ માટે સરનામું અપાયું છે : ફિશઅપીલ એટધરેટ ઝેડએસએલ ડોટ ઓઆરજી.