લંડન, 12 મે
ઉષ્ણકટિબંધની આ જળચર પ્રજાતિમાં ફક્ત ૩ નર માછલી બચી છે
લંડનના પક્ષીઘર સંરક્ષકોએ માછલી ઉછેરનાર પાલકોને મૈંગરહારા સિકલિડ માછલીમાં માદા માછલીની શોધ કરવાની અપીલ કરતાં કહ્યું છે કે તેમનાં સંગ્રહાલયમાં આ લુપ્ત થતી જતી પ્રજાતિ પૈકી માત્ર ત્રણ નર માછલીઓ જ બચી છે.
માછલીઓ વિષે વધુ વિગતો આપતાં ઝૂ સંચાલકો કહે છે કે આ કદરૃપી સિકલિડ ફિશનું નામ માડાગાસ્કરની મૈંગરહારા નદી પરથી પડયું છે. તે નદી પર બંધ નિર્માણ થવાથી પાણીનાં તળ સુકાઈ ગયાં અને આ પ્રજાતિ લુપ્ત થવાને આરે પહોંચી ગઇ છે. બચેલી ત્રણ નર માછલીઓ પૈકી બે લંડનમાં અને એક ર્બિલનમાં છે. અગાઉ એક માદા સિકલિડ ફિશ જર્મનીનાં ઝૂમાં હતી પણ તેનું મોત થતાં હવે પ્રજાતિને બચાવી લેવાનો સવાલ ઊભો થયો છે. ઝૂ સંરક્ષક બ્રાયન જિમ્મરમૈનનો અનુભવ છે કે સિકલિડ ફિશની બાબતમાં કાયમ આવું જ બને છે, કારણ કે તે પ્રજાતિની માદા માછલીઓ અન્ય માછલીઓની માફક બીજી પ્રજાતિની નર માછલીઓ સાથે ભળતી નથી અને અળગી રહેવાનું વલણ ધરાવે છે. લંડનના ઝૂ સંરક્ષકોએ દુનિયાભરના મત્સ્યઘરોમાં સિકલિડ નર માછલી અંગે તપાસ ચલાવી પણ તેઓ નિષ્ફળ રહ્યા. આશા છે કદાચ કોઇ પ્રાઇવેટ એક્વેરિયમમાંથી માદા સિકલિડ મળી આવશે. આ ફિશ માટે ટેન્ક મોટી જોઈએ, કેમ કે તે માણસના હાથથી વધુ લાંબી હોય છે.
હયાત ત્રણ નર સિકલિડ ફિશની ઉંમર જોતાં જો ટૂંક સમયમાં માદાની શોધ સફળ નહિ થાય તો એ પ્રજાતિનું ભવિષ્ય ખતરામાં છે. માદા મૈંગરહારા સિકલિડ ફિશ અંગે સૂચના પહોંચાડવા લંડન ઝૂ તરફથી ઈ-મેઈલ માટે સરનામું અપાયું છે : ફિશઅપીલ એટધરેટ ઝેડએસએલ ડોટ ઓઆરજી.
No comments:
Post a Comment